દિલ્હી ચૂંટણી: દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસના રાજધાનીમાંથી સૂપડાં સાફ, જુઓ કઈ રીતે થયું પતન

દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020ના પરિણામો આજે જાહેર થઈ રહ્યાં છે. ટ્રેન્ડમાં કેજરીવાલના પક્ષ આમ આદમી પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળતી જોવા મળી રહી છે. હાલ આમ આદમી પાર્ટી 57 બેઠકો પર અને ભાજપ 13 બેઠકો પર આગળ છે. કોંગ્રેસના ફાળે આ વખતે પણ શૂન્ય જોવા મળી રહ્યું છે.

દિલ્હી ચૂંટણી: દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસના રાજધાનીમાંથી સૂપડાં સાફ, જુઓ કઈ રીતે થયું પતન

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020ના પરિણામો આજે જાહેર થઈ રહ્યાં છે. ટ્રેન્ડમાં કેજરીવાલના પક્ષ આમ આદમી પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળતી જોવા મળી રહી છે. હાલ આમ આદમી પાર્ટી 57 બેઠકો પર અને ભાજપ 13 બેઠકો પર આગળ છે. કોંગ્રેસના ફાળે આ વખતે પણ શૂન્ય જોવા મળી રહ્યું છે. દેશની સૌથી જૂની પાર્ટી માટે આ ખુબ શરમજનક સ્થિતિ છે. એ પણ ત્યારે કે જ્યારે થોડા વર્ષો પહેલા શીલા દીક્ષિત જેવા દિગ્ગજ નેતાના નેતૃત્વમાં દિલ્હીમાં સતત 15 વર્ષ સુધી કોંગ્રેસનું શાસન રહ્યું હતું. 

1998માં થયો શીલા યુગનો ઉદય
વર્ષ 1998ની ચૂંટણીમાં દિલ્હીમાં કોંગ્રેસનો ઉભાર હતો. આ ચૂંટણીમાં મોંઘવારી એક પ્રમુખ મુદ્દો હતો અને એવું કહેવાય છે કે ડુંગળીના ભાવોએ ભાજપની સરકાર પાડી હતી. ત્યારે કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયીની સરકાર હતી. શીલા દિક્ષિતના ઉદયની શરૂઆત પણ અહીંથી જ થઈ. પહેલીવાર તેઓ મુખ્યમંત્રી  બન્યાં. 70 સભ્યોવાળી વિધાનસભામાં કોંગ્રેસને 52 બેઠકો મળી હતી જ્યારે સુષમા સ્વરાજના નેતૃત્વવાળા  ભાજપને ફાળે માત્ર 15 બેઠકો ગઈ હતી. 

2003માં ફરી કોંગ્રેસ
વર્ષ 2003માં પણ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને જબરદસ્ત જીત મળી હતી. કોંગ્રેસને 47  બેઠકો મળી હતી. એકવાર ફરીથી શીલા દીક્ષિતના નેતૃત્વમાં સરકાર બની હતી. ડિસેમ્બર 2003માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 48.13 ટકા મતો મેળવ્યાં હતાં. બીજા સ્થાને રહેલા ભાજપને 20 બેઠકો મળી હતી. 

2008માં હેટ્રિક
વર્ષ  2008માં ચૂંટણીમાં શીલા દીક્ષિતના નેતૃત્વમાં સતત ત્રીજીવાર જીત સાથે કોંગ્રેસે સરકાર બનાવી હતી. કોંગ્રેસને કુલ 43 બેઠકો મળી હતી. 

જુઓ LIVE TV

2013માં પલટી બાજી
2013માં ચૂંટણીમાં બાજી પલટી ગઈ હતી. કોમનવેલ્થ કૌભાંડનો પડઘો પડ્યો અને અન્ના આંદોલન બાદ આમ આદમી પાર્ટીના ઉદયે માહોલ બદલી નાખ્યો. વિધાનસભાના પરિણામો ત્રિશંકુ રહ્યાં. ભાજપને 31, આમ આદમી પાર્ટીને 28 બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસને માત્ર 8 સીટ મળી. 

2015માં AAPએ રચ્યો ઈતિહાસ
વર્ષ 2015ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડાં જ સાફ થઈ ગયં. આમ આદમી પાર્ટીએ 70માંથી 67 બેઠકો મેળવી જ્યારે ભજાપને 3 બેઠકો ગઈ. કોંગ્રેસને કોઈ સીટ મળી નહીં. 

2020માં કોંગ્રેસને ફરી શૂન્ય
વર્ષ 2020ની વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસનું પ્રદર્શન સુધર્યું નહીં. એકવાર ફરીથી કોંગ્રેસના ફાળે કોઈ બેઠક જતી જોવા મળી રહી નથી. એક બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર આગળ હતાં પરંતુ હવે તે બેઠક પણ હાથમાંથી ગઈ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news